કાયમી કિડની ફેઈલર દર્દીઓ માટે ખોરાક અંગેની જરૂરી સૂચના
આખા દિવસ દરમ્યાન પ્રવાહીનું પ્રમાણ જાણવા નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
* દિવસમાં સરેરાસ 600 થી 700 મિલી જેટલું પ્રવાહી ડૉક્ટર ને પૂછીને લેવું.
* પ્રવાહી ચીજો જેવી કે ઠંડા પીણાં (કોકાકોલા, પેપ્સી, ફેન્ટા, સોડા વગેરે ) નાળીયેરનું પાણી, મધનું પાણી,લીંબુ પાણી, ફળોનો રસ કે તેના જેવા બીજા પીણાં ન લેવા.
* તરસ લાગે તો બરફ નો ટુકડો રાખી ચૂસવો.
* બોર્નવીટા, કોકો, જામ, ચોકલેટ, ન્યુટ્રામલ, કોફી જેવી ચીજો ના લેવી.
* ચા નું પ્રમાણ દિવસમાં એક કપ (વધારમાં વધારે 150 મી.લી.)
* દૂધ ઓછા ફેટવાળું અને તેમાંથી જ બનેલા દહીં કે છાસ આખા દિવસમાં બે કપ જેટલા લઈ શકાય. (આશરે 250 - 300 મી.લી.)
કાયમી કિડની ફેઈલર દર્દીઓ પોટેશીયમ તત્વ ધરાવતો ખોરાક લઈ શકે નહી.
ફળો:
* ઓછા પોટેશીયમવાળા ફાળો દિવસમાં એક (નાનું ) ખાઈ શકાય, વધુ પોટેશીયમવાળા ફાળો કેવા નહી.
ઓછા પોટેશીયમ વાળા ફાળો :
* જામફળ, સફરજન, પાઈનેપલ, જાંબુ, પાકુ પપૈયુ
વધારે પોટેશીયમ વાળા ફાળો :
* આમળા, ચેરી, ખારેક, સંતરા, મોસંબી, લીંબુ, પાકી કેરી, ચીકું, દ્રાક્ષ, નાસપતી તથા બીજા અન્ય ફાળો
* ડાયાલીસીસ કરાવતા દર્દીઓ ડાયાલીસીસના દિવસે ડાયાલીસીસ પહેલા કોઈપણ ફળ લઇ શકે.
* કોઈપણ જાતનો સૂકોમેવો ના કાવો.
શાકભાજી:
શાકભાજી સમારી પાણીમાં બે થી ચાર કલાક રાખવા, ત્યારબાદ તે પાણી કાઢી નાખો પછી ચાર - પાંચ વખત પાણીથી ધોઈ પછી જ વાપરવા. આ ઉપરાંત ખાવામાં દરરોજ ઓછા પોટેશિયમવાળા શાકનો ઉપયોગ કરવો.
ઓછા પોટેશિયમવાળા શાકભાજી:
દૂધી, કાકડી, ભીંડી, ટીંડોળા, ફણસી, તુરીયા
વધુ પોટેશિયમવાળા શાકભાજી:
બટાટા, સુરણ, સકકરીયા, રતાળું, ગાજર, બીટ, મુળો, સરગવાની શીંગ, અળવીના પાન, ફણસ, કમળકાકડી, કોથમીર, રિગાણા વગેરે
ઉપર જણાવેલ પદ્ધતિથી વધુ પોટેશિયમવાળા શાકભાજી રાંધીને મર્યાદિત માત્રામાં લઈ શકાય
* કોઈપણ જાતની ભાજી ન ખાવી.
* ટામેટા, કોબીજ, ફલાવર, ડુંગળી, લસણ ક્યારેય અથવા ખૂબજ ઓછા પ્રમાણમાં લઈ શકાય.
કાયમી કિડની ફેઇલર દર્દીઓ ખોરાકમાં સોડિયમનું પ્રમાણ જાળવવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
* દરરોજની રસોઈમાં મીઠું ઓછું વાપરવું.
* ભાખરી, રોટલી, ભાટ જેવી ચીજોમાં મીઠું ન નાખવું.
* વધારે મીઠાવળી કે સોડાવાળી ચીજો ન લેવી.
* અથાણાં, પાપડ, ચટણી ન લેવી.
* ખાવાનો સોડા કે બેકરી પાઉડર આવે આવી ચીજો ન ખાવી કે ખુબ ઓછી ખાવી ( ગાંઠિયા, ભજીયા, હાંડવો, ઢોકળા, ખમણ, બિસ્કિટ, ખરી, કેક, બ્રેડ, ટોસ્ટ વગેરે)
* બજારમાં મળતા નમકીન, વેફર્સ, જામ, ટોમેટો સોસ, મગફળી, ચણા વગેરે ન ખાવા.
કાયમી કિડની ફેઇલર દર્દીઓ ખોરાકમાં ફોસ્ફેટનું પ્રમાણ જાળવવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
* માંસ, મચ્છી, મુર્ગી, જેવો માંસાહાર ન લેવો તથા સયાલીસીસ કરાવતા દર્દીઓએ મર્યાદિત માત્રામાં લેવો.
* દૂધ તથા દૂધમાંથી બનતી બધી જ બનાવટો મર્યાદિત માત્રામાં લેવી.
કાયની કિડની ફેઇલર દર્દીએ ખોરાકમાં પ્રોટીન થતા ચરબીનું પ્રમાણ જાળવવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
* ઘી, તેલ કે માખણ ઓછા ખાવા, માંખણ મીઠા વગરનું લેવું.
* કઠોળ મર્યાદિત માત્રામાં લેવું, ડાયાલીસીસ કરાવતા દર્દી સામાન્ય માત્રામાં લઈ શકે.
* ઈંડાનો પોળો ભાગ કાઢી નાખી પછી દિવસમાં એક ઈંડુ લઇ શકાય. તે દિવસ દળ કે કઠોળ ઓછા ખાવા.
* દળ તથા કાઢી સામાન્ય માત્રામાં લઈ શકાય.